Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ સહીતનાં ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઉપરાંત ચોરીના મોબાઈલ વેચવામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી લીધા હતા.

Share

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ મોબાઈલ સ્નેચિંગ સહીતનાં ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઉપરાંત ચોરીના મોબાઈલ વેચવામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી જેલ ભેગા કર્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ બાતમીના આધારે મોટરસાયકલ ઉપર ફરી રાહદારીઓનાં મોબાઈલ ખૂંચવી ફરાર થઇ જવાના અનેક ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ અસ્પાક મુસ્તાક શા ફકીર તેમજ વકીલ અહેમદ અન્સારી બંને રહે.લીંબાયત, સુરતની અટકાયત કરી સધન પૂછપરછ કરતા બંનેએ સુરતના ઉધના ખટોદરા, લીંબાયત, સલાબતપુરા તેમજ ડુમ્મસ વિસ્તારોમાં 12 જેટલા મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હોવાની કબૂલાત કરી હતી. તેઓ આ ચોરી કરેલ મોબાઈલ સર્વેશ રાજેશ ચોરસીયા રહે.પરબત પાટિયા, સુરતને વેચવા આપ્યા હોવાનું જણાવતા પોલીસે સર્વેશ ચોરસિયાની પણ અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અડોલ ગામ ખાતે ચાલતાં જુગારધામ ઉપર રેડ કરી કુલ રૂ. 98,070 /- ના મુદ્દામાલ સાથે કુલ પાંચ જુગારીયાને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભાવનગર શહેરના અલકા ટોકિઝ પાસે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્ર દોડી ગયુ હતુ.આ હત્યા જુની અદાલતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!