કોરોના વાયરસના સંક્રમણની દહેશતને પગલે સુરતનાં લીંબાયતની માઉન્ટ મેરી મિશન સ્કૂલનાં સંચાલકોએ શાળા બંધ રાખવાના સરકારી આદેશનું પાલન ન કરી શાળા ચાલુ રાખતા વાલી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ મલ્ટીપ્લેક્સ, શાળા તેમજ કોલેજો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે, સુરતમાં લિંબાયતની માઉન્ટ મેરી મિશન સ્કૂલ ચાલુ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આશ્ચર્યમાં આવી ગયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરતમાં 1500 જેટલી શાળાઓને પરિપત્ર પાઠવી 29 મી સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે. જોકે, લિંબાયત અંબાનગરની માઉન્ટ મેરી મિશન સ્કૂલ ચાલુ રહી હોવાની ફરિયાદ આવી છે. મારા નિરીક્ષકોને મોકલ્યા છે કંઈ પણ ખોટું થયું હોવાનું જણાશે તો સંચાલકોને નોટિસ આપી જવાબ મંગાશે શાળા સંચાલકોની બેજવાબદારી બહાર આવી જતા ઉદ્ધત વર્તન પર આવી ગયેલા સંચાલકોએ તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. જેને લઈ શાળાના વિદ્યાર્થીઓ મોઢે રૂમાલ મૂકી ઘર તરફ જતા કેમેરામાં કેદ થઈ ગયા હતા.
સુરતનાં લીંબાયતની માઉન્ટ મેરી મિશન સ્કૂલનાં સંચાલકોએ શાળા બંધ રાખવાનાં સરકારી આદેશનું પાલન ન કરી શાળા ચાલુ રાખતા વાલી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી.
Advertisement