વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ડાયમંડ નગરી સુરતમાં રત્નકલાકારોએ સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરીને હીરા ધસવાનું કામ કરે છે ત્યારે જાગૃતીનાં ભાગ રૂપે બીજાને પણ પ્રેરણા આપે છે. સૂરતીલાલાઓ એક તફર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને વિશ્વ આ કોરોનાથી ફફડે છે ત્યારે સુરતીઓ આફત કોઈ પણ લડવા માટે સક્ષમ હોઈ છે કારણ કે સુરત માથે અનેક આફતો આવી ગઈ ભૂતકાળમાં પણ સુરતને ફરી ઉભું થતા વાર નથી લાગી એટલે જ તો કોઈ પણ સમસ્યા હોય સુરતીઓ લડવા માટે મક્કમ હોઈ છે અને હવે કોરોના વિશે સરકાર કઈ કરે કે ન કરે પણ સુરતના વરાછા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં રત્નકલાકારો દ્વારા પહેલ કરીને કોરોના વાઇરસ સામે બચવા માટે સવારથી રોજિંદા કામ માટે માસ્ક પહેરીને કામ કરે છે પણ જે માસ્ક દસ રૂપિયા મળતું હતું તેના ભાવમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારે રત્નકલાકારોએ સરકાર અને આરોગ્યને ટકોર કરીને કમસે કમ માસ્કમાં ભાવ વધારો અંકુશ કરે બાકી આ કોરોના સામે કેમ રક્ષણ કરવું એ સુરતીઓને કહેવાની જરૂર નથી. ત્યારે હવે સરકાર કોરોના સામે વાતો બહુ કરે છે તેના કરતાં ગુજરાત કે ભારતભરમાં માસ્ક પૂરતા મળી રહે અને ભાવમાં કંટ્રોલ કરે ને વ્યવસ્થા કરે તે ખૂબ જરૂરી છે.
સુરતમાં રત્નકલાકારોએ કોરોના વાયરસની સાવચેતીનાં ભાગરૂપે માસ્ક પહેરીને હીરા ધસવાનું કામ કરે છે અને જાગૃતીનાં ભાગ રૂપે બીજાને પણ પ્રેરણા આપે છે.
Advertisement