Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગરપાલિકાનાં સત્તાધીશો સામે ડસ્ટ બીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરીમાં ગોબાચારીને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેના માટે કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ અપાયા છે. કચરાના વજનના બદલામાં પાલિકા કોન્ટ્રાકટરને રૂપિયા ચુકવે છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કચરા ગાડીમાં પાણી છાંટવામાં આવી રહ્યું હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ઉમરવાડા વિસ્તારમાં કચરાગાડીમાં પાણી છંટાઈ રહ્યું છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે,તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવશે. ઉમરવાડા વિસ્તારમાં GJ-06-AZ-2902 નંબરની કાચરાની ગાડીમાં પાણી નાંખી વજન વધારાય છે. કચરો એકઠો કરતાં કોન્ટ્રાકટરોને વજનના આધારે રૂપિયા ચૂકવવામાં આવે છે. જેથી કોન્ટ્રાકટરો કચરામાં વજન પુરવા માટે નવી રીત લઈ આવ્યા હોય તેવું વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે. કચરા ગાડીમાં એસએમસી કોન્ટ્રાકટ લખાણ લખાયું હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નાબાર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે વધુ 14 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કુલ સંખ્યા 232 પર પહોંચી છે.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તૂટ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!