વરાછા પોલીસે હત્યાની શંકામાં એક આરોપીની ગઈ કાલે અટકાયત કરી હતી. તેના વિરુદ્ધ ઇપીકો કલમ 151 અંતર્ગત કસ્ટડીમાં રાખ્યો હતો. આરોપી પેશાબ માટે ટોયલેટમાં ગયો ત્યારે પોતાના ગળામાં કાચ મારીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. વરાછા પોલીસના જણાવ્યા અનુસાર વરાછામાં રેલવે સ્ટેશનથી આગળ પાટીચાલ ઝુંપડપટ્ટીમાં રહેતો ઉમેશ રામવચન યાદવ(28 વર્ષ) મજુરી કામ કરે છે. વરાછામાં છેલ્લા પખવાડિયામાં બે હત્યાના બનાવ હતા. બંને હત્યાના બનાવ અનડિટેકટ છે. પોલીસ શકમંદોની પૂછપરછ કરી હતી. તેમાં બુધવારે શકમંદ તરીકે ઉમેશ રામવચન યાદવને લાવ્યા હતા. તેના વિરુદ્ધ 151 દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. તેની સાંજે પૂછપરછ કરાઈ રહી હતી. ત્યારે પેશાબ જવું છે કહીને ઉમેશ ટોઇલેટમાં ગયો હતો. તેના ટોયલેટમાં ગયા બાદ થોડા સમયમાં અન્ય એક આરોપી ટોયલેટમાં ગયો હતો. ત્યારે ટોયલેટમાં ઉમેશ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો.
સુરતની વરાછા પોલીસ કસ્ટડીમાં રહેલ હત્યાનાં ગુનામાં શકમંદ એવા એક આરોપી યુવકે આત્મહત્યા કરવાની કોશિશ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી.
Advertisement