સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 18 થી 20 વર્ષીય ત્રણ યુવકોની વિવિધ વાહન ચોરીના ગુનામાં અટકાયત કરી હતી. આ યુવકો પોતાના મોજશોખ માટેના પૈસાનો જુગાડ કરવા સુરત શહેરના વિવિધ સ્થળોએ પાર્ક કરેલ અને સ્ટિયરિંગ લોક વિનાની હેન્ડલ નવી ટુ વ્હીલર બાઈકની ચોરી કરતા હતા અને ત્યારબાદ તેઓ તેને ટ્રાન્સપોર્ટ મારફતે બનાસકાંઠા વેચી દેતા હતા.સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાહનચોરીના આ ષડયંત્ર અંગેની બાતમી સાંપડી હતી. આજરોજ 16 જેટલી ટુ વહીલર બાઈક બનાસકાંઠા ખાતે વેચવાની આ યુવકો તૈયારી કરી રહ્યા હતા તે દરમ્યાન જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ઝડપી પાડયા હતા. પોલીસે 3 વાહનચોરોની ધરપકડ કરી હતી. જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ત્રણેય પાસેથી કુલ 16 બાઇકો કબ્જે કરી હતી.
Advertisement