Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

સુરત યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી સંદર્ભે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું. આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે NSUIના કાર્યકરો અને નેતાઓને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીનીની સેનેટ ચુંટણીમાં ABVP દ્વારા NSUI અને પોલીસ પર થયેલા હુમલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ આજે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરત પોલીસ કમિશનર સમક્ષ કરી હતી. સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ જયેશ દેસાઈએ ABVP તેમજ ભાજપાના નેતાઓ દ્વારા NSUI ના કાર્યકર્તાઓ ઉપર હુમલાઓ થઇ રહ્યા છે તેમજ ખોટી પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. તેઓએ NSUI નેતા ઇન્દ્રજીતસિંહની વાયરલ થયેલ ઓડિયો કલીપને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું તેમજ પ્રોફેસરો પણ ભાજપ સાથે મળી ખોટી ફરિયાદો દાખલ કરાવી રહયા છે.આ અંગે યુથ કોંગ્રેસે ABVP ના કાર્યકરો અને નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવા આવેદનપત્ર આપી કરી માંગ હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીનીના સેનેટના ઇલેકશનમાં NSUIની જીત થઇ હતી.

Advertisement

Share

Related posts

અભિનેત્રી કશિકા કપૂરે એમ્સ્ટરડેમ યુરોપમાં તેની ‘કલ હો ના હો’ ક્ષણને ફરીથી જીવંત કરી.

ProudOfGujarat

ભરૂચનાં સ્ટેશન રોડ ઉપર ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

રાજપીપળા : શ્રીમતિ સુરજબા રત્નસિંહજી મહિડા કન્યા વિનય મંદિર શાળામાં ૭૪ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!