Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં કતારગામની ગેંગરેપ પીડિતાનાં પિતાનું આરોપીઓનાં હુમલામાં મોત થતા સ્મશાનયાત્રામાં સ્વયંભુ રીતે લોકો જોડાયા હતા.

Share

સુરતના કતારગામમાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ ગુજારનારાઓ પૈકીનો એક આરોપી જય ખોખરિયાએ બાદમાં પણ કિશોરીની છેડતી કરતા કિશોરીના પિતા અને ભાઈ જયને ઠપકો આપવા જતા સાગરિતોએ કિશોરીના પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા પિતાનું 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. તેમની સ્મશાનયાત્રામાં સ્વયંભુ રીતે લોકો જોડાયા હતા. કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા પર આરોપી જય ખોખરિયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ પણ સગીરાની છેડતી કરાતી હતી. જેની જાણ પરિવારને થતા બાર દિવસ પહેલા મોહિનીના પિતા જય ખોખરીયાને ઠપકો આપવા માટે કતારગામ હાથી મંદિર પાસે ગયા હતા. ત્યાં જય, તેનો ભાઈ જીતુ અને અન્ય પાંચ જણાએ મોહિનીના પિતા અને ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં પિતાને ગંભીર ઇજા થઈ હતી. તે સમયે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. સારવાર દરમ્યાન સગીરાના પિતાનું મોત નિપજતા તેના ઘેરા પ્રત્યાઘાત જનમાનસ પડયા હતા અને તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેનાં અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ ભાવિનીબેન એ પટેલનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!