Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગર પાલિકાનાં મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.

Share

સુરત મહાનગર પાલિકાના વધુ એક લાંચિયા અધિકારી સામે લાંચ રૂશવત વિભાગે તવાઈ બોલાવી છે. મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. સુરત મહાનગર પાલિકામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલ સામે એસીબીએ ગુનો દાખલ કરતા લાંચિયા અધિકારી વર્ગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એન્ટી કરપ્શન વિભાગની તપાસમાં મનપાનાં મદદનીશ ઈજનેર રાજેશ પટેલ પાસે આવક કરતા 84 લાખ રૂપિયા ઉપરાંત વધુ સંપત્તિ મળી આવી હતી. જે અંગે તેઓ સાનુકુળ ખુલાસો કરી શકયા ન હતા. એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજેશ પટેલે આવક કરતાં 61 ટકા વધુ સંપત્તિ ભેગી કરી હતી.નોંધવું ઘટે કે આ અગાઉ પણ રાજેશ પટેલ સામે લાંચ લેવાનો ગુનો દર્જ થવા પામ્યો હતો. એસીબી પોલીસે મદદનીશ ઈજનેર રાજેશ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના યુવકનું અભિયાન : દશામાની મૂર્તિનું વિસર્જન કરવા નાગરિકોની મદદે આવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણમાં વિશ્વ યોગદિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગરીબ તથા અભણ આદિવાસી ભાઈ બહેનોને જાતિનો દાખલો મેળવવા બાબતે શ્રી આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર અપાયું હતું…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!