સુરત ના વ્યારામાં રહેતા પિતાને મળવાં જતી કિશોરી સાથે બદકામ કરનાર પિતાની પુત્રીએ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ જન્મ આપ્યો હતો. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીને તબીબોએ સિઝર ઓપરેશન કરીને બાળકને જન્મ આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, અગાઉ કિશોરીના પિતા સામે પોલીસમાં બદકામની ફરિયાદ નોંધાઈ ચુકી છે.
કિશોરીના માતા-પિતા રહે છે અલગ
સુરતના ફૂલપાડા વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી 12 વર્ષની કિશોરી પર સગા પિતાએ ધનસુખ ગામિતે દુષ્કર્મ ગુજાર્યું હતું. કિશોરીના માતા-પિતા છૂટાછેડા બાદ અલગ રહે છે. કિશોરી માતા સાથે સુરતમાં રહેતી અને વેકેશન કે અન્ય રજાઓમાં વ્યારા ખાતે રહેતા પિતાને મળવા જતી હતી. આ દરમિયાન પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ કિશોરીનો પિતા કિશોરીની નાનીને તબિયત અંગે અને માસિક આવે છે કે કેમ તેવા સવાલો કરતો હતો. જેથી કિશોરીની માતાએ ધનસુખ સામે ગત 27-6-2018ના રોજ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ ફરિયાદ સોનગઢ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જો કે, કિશોરીએ બાળકને જન્મ આપવા અગાઉ ત્રણેક વાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. મહત્વપૂર્ણ છે કે, હજુ સુધી આરોપી પિતા ખુલ્લે આમ ફરી રહ્યો છે.
રેર કેસમાં કિશોરીએ આપ્યો બે કિલોના બાળકને જન્મ
સિવિલ હોસ્પિટલમાં કિશોરીને પ્રસૂતિની પિડા ખૂબ હોવાથી તબીબોએ સિઝર કર્યું હતું. અને બાળકીએ બે કિલો 10 ગ્રામના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, ખૂબ જ રેર કેસમાં આ પ્રકારે નાની ઉમરની કિશોરીઓ આટલા તંદુરસ્ત બે કિલોથી વધુના બાળકને જન્મ આપતી હોય છે તેમાનો આ એક કેસ છે….સૌજન્ય D.B સુરત