સુરત ખાતે પ્લમ્બર એસોસીએશન દ્વારા આયોજીત વર્લ્ડ પ્લમ્બિંગ ડે નિમિત્તે ઉજવણી કરવામાં કરવામાં આવી. મોટી સંખ્યામાં પ્લમ્બરો ઉપસ્થિત રહી પાણી બચાવવા માટે અવનવા મંતવ્ય રજૂ કરી પાણી બચાવવા માટે પ્લબરોએ પ્લાનિંગ કર્યું. વર્લ્ડ પ્લમ્બિંગ ડે વિશ્વભરમાં આજે ઉજવાઇ રહ્યો છે ત્યારે સુરત પ્લમ્બર એસોસીએશન દ્વારા જળ એ જ જીવન માટે એક એક પાણીનું ટીપું જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે તે અંગે પાણી બચાવવામાં જેનો ફાળો છે તેવા પ્લમ્બરો સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે વર્લ્ડ પ્લમ્બિંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાણી બચાવો, પર્યાવરણ બચાવો, જીવન બચાવો ઉપર સમગ્ર આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય ગીત, દીપ પ્રાગટય કરી પાણી બચાવવાની વિવિધ ઉપાયોની માહિતી સારી રીતે આપી હતી.
Advertisement