સુરત ડિસ્ટ્રીકટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીનાં આધારે સુરતના ખંભાસલા ગામના જાહેર માર્ગ ઉપર વોચ ગોઠવ્યો હતો. દરમ્યાન એક ઇકો કાર આવતા તેને આંતરીક તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની નાની મોટી વ્હીસ્કીની બોટલો કુલ નંગ 1824 કિંમત રૂ. 196800 તેમજ બિયરના ટીન નંગ 144 કુલ કિંમત રૂ.14,400 તેમજ 3 લાખની કાર તેમજ ત્રણ નંગ મોબાઈલ 14,500 મળીને કુલ રૂ. 525700 ના મુદામાલ સાથે બે બુટલેગરો શુભમ મહાવીર શાહ રહે.સારોલી, સુરત તેમજ નવરતન ઉર્ફે રતન રોશન ચંદેલ રહે. ડિંડોલી, સુરતની અટકાયત કરી સુરત શહેર પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો. ડીસીબી પોલીસે આ દારૂનો જથ્થો મોકલનાર કાનો મારવાડી રહે.ચલથાણ, સુરત તેમજ શંભુ રહે.કઠોદરા, સુરતને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.
Advertisement