Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં દબાણ હટાવવા ગયેલ પાલિકા કર્મચારી પર તેમજ સુરક્ષા કર્મચારી પર ભાજપ મહિલા કોર્પોરેટરે હુમલો કર્યો હોવાનો વિડીયો વાઇરલ.

Share

સુરતમાં દબાણ હટાવવા ગયેલ પાલિકા કર્મચારી પર તેમજ સુરક્ષા કર્મચારી પર હુમલો થયો હોવાની ઘટના અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. સુરતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સોનલ દેસાઈએ સુરક્ષા કર્મી સાથે ઝપાઝપી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે જેને લઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ચૂંટણી સમયે ડાહી બિલાડી બની સારી સારી વાતો કરનાર રાજકારણીઓ સત્તા મળ્યા બાદ ભાન ભૂલી બેસતા હોય છે.

એકવાર સત્તા હાથમાં આવી જાય એટલે જાણે હવે આ ખુરશી રાજાશાહી છે અને તેમના બાદ કોઈને મળવાની જ નથી તેવા વહેમ સાથે મન ફાવે તેમ કરતા હોય છે. ત્યારે સત્તાના નશામાં ચુર બનેલ સુરતના એક કોર્પોરેટરનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વિડિયોમાં લોકોના જણાવ્યા અનુસાર દબાણ હટાવવા ગયેલા પાલિકાના કર્મચારી પર તેમજ સુરક્ષા કર્મચારીઓ પર હુમલો થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ સોનલ દેસાઈએ સુરક્ષા કર્મી સાથે ઝપાઝપી કરી હોવાનો વિડિયો વાઇરલ થયો છે.

એટલું જ નહીં પણ કોર્પોરેટર દ્વારા ઝપાઝપી કરતા અન્ય લોકોએ પણ સુરક્ષા કર્મચારી પર હુમલો કર્યો હોવાનો ચર્ચાએ જોર પકડ્યું છે. વીડિયોમાં મહિલા કોર્પોરેટર કોઈકને ” હવે તમારા બધાની પથારી ફેરવું છું” તેમ પણ કહેતી હોવાની ચર્ચા છે. ટ્રાફિક જામની વિકટ બનતી સમસ્યાને પગલે લોકો અવારનવાર પાલિકાને દબાણ હટાવવા માટે માંગ કરતા આવ્યા છે પરંતુ જ્યારે દબાણ હટાવવા પાલિકા પહોંચે છે ત્યારે કોર્પોરેટરો જ દબાણ હટાવવાની કામગીરીમાં રોડા નાખતા હોવાનું આ વીડિયો બાદ ચર્ચાસ્પદ બન્યું છે.જોકે આ વીડિયો વાઇરલ થયા બાદ મહિલા કોર્પોરેટર સોનલ દેસાઈ શું ખુલાસો આપે છે? તે જોવું રહ્યું. આ સમગ્ર ઘટનાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

સ્ક્રિપ્ટ : સુરત પુના વિસ્તારની ઘટના

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે હનુમાન મંદિરે હનુમાન જનમોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ડેડીયાપાડાના હેડ કોન્સ્ટેબલ ઇનેશ વસાવાને નર્મદા રત્ન એવોર્ડ 2021 થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!