નાણાકીય સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક પર RBI દ્વારા પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડવાની મર્યાદા 50 હજાર કરી દીધી છે. જેને પગલે શુક્રવારે સવારથી જ સુરત શહેરની યસ બેંકની તમામ શાખામાં લોકોએ રૂપિયા ઉપાડવા માટે લાઇનો લગાવી હતી.
સુરત મંગલદીપ કોમ્પ્લેક્ષ આરટીઓ સર્કલ ખાતે ઘણા ખાતેદારોને 3 થી 4 કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ તેમને રૂપિયા મળ્યા હતા.બ્રાન્ચના કર્મચારીઓએ આજે ટોકન આપી સોમવારે રૂપિયા મળશે તેવું જણાવ્યું હતું. જ્યારે એટીએમમાંથી 10 હજાર મળી શકશે એમ જણાવ્યું. ખાતેદારો વહેલી સવારથી જ બેંકોની બહાર લાઇન લગાવીને ઉભા રહેલા જોવા મળ્યા હતા. બેંકોએ લોકોને રૂ.50 હજાર સુધીની રકમ મળશે,તેમજ એફડી હશે તો તે પહેલાં બ્રેક કરાવ્યા બાદ તેની રકમ તે પણ રૂ.50 હજાર સુધી જ મળી શકશે તેમ જણાવી દીધું હતું. બીજી તરફ બેંક કર્મચારીઓ બેંકના ગેટ પર જ ઉભા રહી ટોકન પ્રમાણે ખાતેદારોને બેંકમાં મોકલતા હતા.
સુરત શહેરની યસ બેંકની તમામ શાખામાં લોકોએ રૂપિયા ઉપાડવા માટે લાઇનો લગાવી.
Advertisement