સુરતની શિશુ વિહાર શાળા નકાબ અને હિઝાબ કાઢી નાખવા અંગેની સૂચના બાદ વિવાદ સર્જાયો હતો.બોર્ડની પરીક્ષા દરમ્યાન હિઝાબ નકાબ કઢાવવાની ઘટના બની હતી. પરંપરા મુજબ પહેરવેશ પહેરવાનો તેમજ ધાર્મિક ચિન્હ હોવાનો મુસ્લિમ સમાજે વાત કરી હતી. તમામ વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. શાળા દ્વારા નકાબ અને હિઝાબ કાઢી નાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપ સામે વાલીઓએ કલેકટરને રજૂઆત કરી હતી.
Advertisement