Proud of Gujarat
FeaturedGujaratINDIA

દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

Share

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોડી રાત્રીથી પલટો આવ્યો હતો. સવારે સુરત અને જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. જે પોણો કલાક સુધી વરસતા પાણી થઈ ગયું હતું. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી પોણો કલાક જેટલો સમય સુરત સહિત જિલ્લામાં વરસાદ પડયો હતો. જેના કારણે રોડ પાણી પાણી થઈ ગયા હતા.

વહેલી સવારે માવઠાનો વરસાદને લઈને કેરી, ચીકુ વાડી વગેરે પાકોને નુકશાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.સવારથી વરસાદના કારણે ધંધે અને નોકરીએ જતા લોકો અટવાઈ ગયા હતા. સવારે રેઈનકોટ લીધા વગર નીકળેલા લોકોને બ્રિજ કે અન્ય જગ્યાઓ પર ઉભા રહી જવાનો વારો આવ્યો હતો. પોણો કલાક સુધી ધંધા રોજગારે જતા લોકો અટવાયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્‍લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન ૨જી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્‍બર દરમિયાન જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ૧૦ ગામો દ્વારા નં. ૧ થી ૧૧ સુધીની વન સમિતિઓની માંગણીઓનું કાયમી નિરાકરણ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે ડાકણના વ્હેમે દેરાણી જેઠાણી ને નગ્ન કરી ઝાડ સાથે બાંધી સળગતા લાકડાના ડામ દીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!