સુરત સાઈબર ક્રાઇમ વિભાગની ટીમે સુરત ખાતેથી ATM સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા લોકોને વાતોમાં ભોરવી સિફ્ફતાઈ પૂર્વક પિન નં. મેળવી બાદમાં રૂપિયા ઉપાડી લેતી ટોળકીમાં સામેલ એક સગીર કિશોરને ઝડપી પાડયો હતો. સુરતના રહીશનો એક પુત્ર એક્સિસ બેંકના ATM માંથી રૂપિયા ઉપાડવા ગયો હતો તે દરમ્યાન બે અજાણ્યા વ્યક્તિઓએ સિફફતાઈ પૂર્વક વાતોમાં ફસાવી તેની પાસેથી ATM કાર્ડ લઈ લીધું હતું તેમજ તેનો પિન મેળવી લીધો હતો, ત્યાર બાદ આ ઢગોએ સુરતમાં વિવિધ વિસ્તારોની જ્વેલર્સની દુકાનોમાંથી સોનાની વીંટી સહીત અન્ય ઘરેણાં ATM કાર્ડ સ્ક્રેચ કરાવી ખરીદ કર્યા હતા. આમ તેઓએ કુલ 1,30000 ઉપરાંતની મત્તા ઉપાડી લીધી હતી. આ અંગેની ફરિયાદ સુરત સાઇબર વિભાગને મળતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. જે પૈકી સગીર આરોપી કિશોરને પકડી પાડયો હતો અને તેની પાસેથી બે નંગ વીંટી એક બ્રેસલેટ કબ્જે કરી અન્ય આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.
સુરત સાઇબર ક્રાઇમ વિભાગની ટીમે ATM સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા લોકોને વાતોમાં ભોરવી પિન નં. મેળવી બાદમાં રૂપિયા ઉપાડી લેતી ટોળકીમાં સામેલ એક સગીર કિશોરને ઝડપી પાડયો.
Advertisement