સુરતના પુણા ગામ માતૃશક્તિ સોસાયટીના રહીશોએ નજીકમાં વહેતી કોહીલી ખાડીનાં દુર્ગંધ મારતા પાણીનાં મુદ્દે અનોખો વિરોધ દર્શાવતા દુર્ગંધવાળી ખાડી કિનારે પાલિકાના ઉચ્ચ સત્તાધીશોને જમવાનું આમંત્રણ પાઠવ્યુ હતું. પુણા ગામ ખાતે આવેલ કોહીલી ખાડીની દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ અંગે અનેકવાર સુરત મનપાના સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ કોઇ જ સાનુકૂળ પ્રતિસાદ ન સાંપડતા અંતે સ્થાનિક રહીશો હવે લડાયક મિજાજમાં આવી ગયા છે. આજરોજ સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક રહીશો દ્વારા પોતાની નારાજગી જતાવવા સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, મેયર, અને ઉચ્ચ અધિકારીઓને ખાડી કિનારે જમવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આમ દુર્ગંધવાળી ખાડી કિનારે જમવાનું આમંત્રણ પાઠવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
Advertisement