જાણવા મળ્યા મુજબ સુરત ખાતે હાર્દિક પટેલ સહિત પાસ આગેવાનોની અમદાવાદમાં થયેલી ધરપકડનો કેસ મામલે પુણા વિસ્તારમાં લોકોના ટોળાએ BRTS બસને આગચંપી કરી હોવાનું જાણવા મળ્યું હતું..સાથે શ્યામધામ ચોક ખાતે પાસ સમર્થકોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો..અચાનક થયેલ તોફાનને પગલે વરાછા વિસ્તારમાં BRTS અને સીટી બસ સેવા હાલ માં બંધ રખાઈ હોવાનું જાણવા મળ્યું છે..સાથે જ વરાછામાં કાપોદ્રા, સરથાણા, પુણા સહિતના વિસ્તારોમાં બસ સેવા બંધ રહેશે તેમ જાણવા મળ્યું હતું…..
Advertisement