સુરતના ભાટિયા ટોલ પર GJ-5 અને GJ-19 પાસિંગના વાહનોને ટોલ મુક્તિ આપવાની છે તેવી માંગ અર્થે સંઘર્ષ સમિતિનું ગઠન થયું છે. તેમજ સુરત અને બારડોલીના વાહનોને ટોલ મુક્તિ આપવાની માંગ અર્થે વિવિધ કાર્યક્રમો આપી આંદોલનને તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે. હવે સંઘર્ષ સમિતિ દ્વારા બિન રાજકીય રીતે ચાલતા આ આંદોલનમાં વિદ્યાર્થીને જોડવાનો પ્રયાસ કરાયો છે. આજરોજ ભાટીયા ટોલ સંઘર્ષ સમિતિએ વિદ્યાર્થીઓને પત્રિકા વહેંચી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતની MTB કોલેજમાં વિદ્યાર્થીઓને પત્રિકા વહેંચવામાં આવી હતી.
Advertisement