સુરતમાં રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડકશન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી. હજુ પેન્શન નક્કી કરાઇ તે પહેલાં જ મેનેજરે 20 હજારની લાંચ માંગી હતી. પિતાનું અવસાન થયું ઉપરથી માતાને પતિનું પેન્શન મળી રહે, જેનાથી તેનો જીવન નિર્વાહ ચાલે, આ પહેલા જ લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતા પુત્રએ આવા લાંચિયાને સબક શીખવવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી.
સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.
Advertisement