Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં કતારગામની રહીશ સગીરાનું અપહરણ કર્યા બાદ ગેંગ રેપ કરનારા છ શખ્સોને પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા.

Share

સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતી અને ઘો-10 માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની સ્કુલેથી છુટીને ઘરે આવતા રસ્તામાં જયેશ ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કરી ખેતરમાં બનાવેલા રૂમમાં ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપમાં મુખ્ય આરોપી જયેશ ઉર્ફે લાલો જાદવ ખોખરીયા સહિત છ જણની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જયેશ કતારગામ આંબાતલાડીમાં હરીધામ સોસાયટીમાં રહે છે અને એમ્બોઈડરીના કારખાનામાં નોકરી કરે છે. જયેશ ખોખરીયાની સાથે અન્ય બે મિત્રો સામેલ હતા સાથે જ મદદગારી કરનારા પણ અન્ય ત્રણ હતાં. એમ પોલીસે તમામ છ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રિમાન્ડ મેળવીને તપાસ કરી રહી છે. જેમાં તેના બે મિત્રોના નામ, ઉપરાંત કાર કોની હતી તેમજ વિદ્યાર્થિની કોના ખેતરમાં લઈ જઈ રેપ કર્યો આ તમામ પાસાઓને પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ કરશે. વધુમાં 21 વર્ષીય જયેશ ખોખરીયાના 15 દિવસ પહેલા લગ્ન થયા હતા. દુષ્કર્મ મામલે અને હત્યાના પ્રયાસ મામલે કતારગામ પોલીસએ મુખ્ય આરોપી જય ખોખરીયા સહીત 6 આરોપીને ઝડપી પાડયા. ચાર આરોપીઓએ બાળકીનું કારમાં અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચાર્યા બાદ વિડિયો ઉતારી એસિડ એટેકની ધમકી આપી હતી.આટલેથી ન અટકતા આ આરોપીઓએ પીડિતાના પિતા અને ભાઈ આરોપીને સમજાવા જતા આરોપીઓએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

Advertisement

Share

Related posts

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં સેવાભાવી યુવાનો દ્વારા અનોખી પહેલ : ફૂટપાથ પર ઈજાગ્રસ્ત થયેલ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામનાં ખેડૂતે વિશાલા એટલે કે પીળી છાલવાળા તરબૂચની કરી ખેતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!