સુરત ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ઉગ્ર લડતના મંડાણ કરાયા હતા. અગાઉ સુરત ખાતે વાહન ચાલકોને જાગૃત કરવા અને આંદોલનમાં જોડાવવાની અપીલ કરવા સંઘર્ષ સમિતિ દ્વારા જહાંગીરપુરા ખાતે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ સુરત કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને કલેકટર સમક્ષ કામરેજ ટોલ ટેક્સની જેમ ભાટિયા ટોલ નાકા ઉપર પણ બારડોલી તેમજ સુરત જિલ્લાના વાહનચાલકોને મુક્તિ આપવાની માંગ કરી હતી. સંઘર્ષ સમિતિના અગ્રણી પ્રકાશ કોન્ટ્રાક્ટરેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિકો પાસે બિનકાયદાકીય રીતે ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેને સાંખી શકાય નહીં.એક જ જિલ્લામાં બેધારી નિર્ણયો યોગ્ય નથી.સ્થાનિક વાહન ચાલકો પાસે ચલાવવામાં આવતી ટોલટેક્સની ઉઘાડી લૂંટ સમાન છે.જો આમ નહીં કરવામાં આવે તો અમે ચક્કાજામ કરીશું.
સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેકસમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ સુરત કલેકટર કચેરી ખાતે દેખાવો યોજયા હતા.
Advertisement