Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

Share

સુરતનાં પુણા ગામ ખાતે આવેલી વિવિધ સોસાયટીના રહીશોએ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગિયાની આગેવાનીમાં પોસ્ટ ઓફિસ ખાતે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

જેમાં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા તેમક કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ કરવામાં આવી હતી. આ પોસ્ટ કાર્ડમાં સુરતના પુણાગામની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંદાજે 5 હજારથી વધુ પોસ્ટ કાર્ડ મુખ્યમંત્રીને લખવામાં આવ્યા હતા. સુરેશભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું કે સુરતમાં 12 ધારાસભ્ય હોવા છતાં લોકોની માંગ સરકાર સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે અને ઘોર નિંદ્રામાં રહેલી સરકારને જગાડવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

ProudOfGujarat

स्तंभेश्वर महादेव – शिव पुत्र कार्तिकेय ने करी थी स्थापना,

ProudOfGujarat

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નવા ભોજન કેન્દ્રનો મુખ્યમંત્રીએ શુભારંભ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!