સુરત ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ઉગ્ર લડતના મંડાણ કરાયા હતા. સુરત ખાતે વાહન ચાલકોને જાગૃત કરવા અને આંદોલનમાં જોડાવવાની અપીલ કરવા સંઘર્ષ સમિતિ દ્વારા જહાંગીરપુરા ખાતે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંઘર્ષ સમિતિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિકો પાસે બિનકાયદાકીય રીતે ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેને સાંખી શકાય નહીં. સુરત ખાતે વાહન ચાલકોને જાગૃત કરવા અને આંદોલનમાં જોડાવવાની અપીલ કરવા સંઘર્ષ સમિતિ દ્વારા જહાંગીરપુરા ખાતે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક વાહન ચાલકો પાસે ચલાવવામાં આવતી ટોલટેક્સની ઉઘાડી લૂંટ સમાન છે. સંઘર્ષ સમિતિના સદસ્યોએ સુરતના પાંચ અલગ અલગ જગ્યાઓ પરથી પત્રિકાનું વિતરણ કર્યું હતું, અને સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.
Advertisement