સુરતમાં ગરિમાં મહિલા અધિકાર મંચ દ્વારા મહિલાઓના હક્ક માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ સામાજિક ,આર્થિક અને રાજકીય ક્ષેત્રે સમાન હક્કની માંગ કરી હતી. સાથે જ બળાત્કાર, સ્ત્રી અત્યાચારની ઘટના રોકવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સુરત કલેકટર કચેરીએ પહોંચેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, દેશમાં અસંખ્ય અત્યાચારો મહિલાઓ પર થાય છે. પરંતુ હજુ સુધી મહિલાઓને પુરૂષોની સમાન હક્ક ન મળતાં હોવાથી મહિલાઓની સ્થિતી દયનીય છે. મહિલા સશક્તિકરણની વાત માત્ર કાગળમાં રહી ગઈ હોવાનું જણાવતાં મહિલાઓએ કહ્યું હતું કે, આર્થિક રીતે મહિલાઓ હજુ સક્ષમ નથી તેમજ રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14.4 ટકા જ છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને સ્થાન અપાતું નથી. જ્યાં સુધી આર્થિક,સામાજિક અને રાજકીય સમાનતા મહિલાઓને નહીં મળે ત્યાં સુધી મહિલાઓનું શોષણ અટકશે નહીં.
સુરતમાં ગરિમાં મહિલા અધિકાર મંચ દ્વારા મહિલાઓના હક્ક માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement