દિક્ષા નગરી સુરતમાં વધુ એક મુમુક્ષુ દ્વારા આવતીકાલે દિક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ દિક્ષા સંદર્ભે આજે એક વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હીરાના વેપારી અને કરોડપતિ પિતાના દિકરા આજે દિક્ષાના માર્ગે નીકળી રહ્યા છે ત્યારે વરસીદાન વરઘોડામાં જાહોજલાલી છલકી રહી હતી. છેલ્લા કેટલાંય સમયથી સુરત દિક્ષા નગરી તરીકે ઓળખ પામી રહી છે. છેલ્લા કેટલાય સમયથી સુરતમાં અલગ અલગ ઉંમરના લોકો દિક્ષાના માર્ગે વળી રહ્યા છે. સુરતમાં હાલમાં જ ડાયમંડ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રણય મહેતાના પુત્ર નિધાન પણ દિક્ષાના માર્ગે વળી રહ્યો છે. આજે નિધાનના દિક્ષા પહેલા આજે વરસીદાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં જાહોજલાલી ઉડીને આંખે વળગે એવી હતી. નિધાનને પ્રથમ એક રથમાં બેસાડવામાં આવ્યો હતો. જે રથમાંથી નિધાન ઉપર પુષ્વ વર્ષા ઓટોમેટિક થતી હતી સાથે સાથે નિધાનને ક્રિસ્ટલ કમળમાં બેસાડીને તેનો વરસીદાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. નિધાન અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. 13 વર્ષીય નિધાનનાં પણ અનેક સપનાઓ હતા ઘરમાં સુખનો કોઇપણ છેટો નહોતો. અનેક સુખ અને સાહ્યબી વચ્ચે નિધાન પોતાના પિતાનું ઘર છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યો છે. નિધાનના જણાવ્યા પ્રમાણે નિધાન કહે છે કે હીરાની ચમક ગમે ત્યારે ઓછી થાય પરંતુ સંયમના જે માર્ગને તેણે અપનાવ્યો છે તે માર્ગની ચમક કયારેય ઓછી થતી નથી અને તે સંયમના માર્ગને અપનાવી પોતાને ધન્ય અનુભવે છે. સુરત ખાતે એક પછી એક લોકો જ્યારે દિક્ષા લઇ રહ્યા છે. ત્યારે લોકો સુખ છોડીને સંયમના માર્ગે પસંદ કરી રહ્યા છે. સંયમથી લોક સેવા કરવી એ જ ઉદ્દેશ્યથી દિક્ષાનો માર્ગ લોકો પસંદ કરી રહ્યા છે.
સુરતમાં વધુ એક મુમુક્ષુ દ્વારા આવતીકાલે દિક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ દિક્ષા સંદર્ભે આજે એક વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો.
Advertisement