Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાતમું પગાર પંચ ન મળતા સરકારી પોલીટેકનિકના પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો.

Share

રાજ્ય સરકારના વર્ગ-૧ થી વર્ગ-૪ ના તમામ અધિકારી અને કર્મચારીઓને તારીખ ૧/૧/૨૦૧૬ થી સાતમા પગાર પંચનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. જેને લીધે કર્મચારી વર્ગને વધતી મોંઘવારીનાં સાપેક્ષમાં પગારમાં વૃદ્ધિ મળેલ છે. આમ છતાં માત્ર ટેકનિકલ શિક્ષણ આપતી સરકારી પોલીટેકનિક કોલેજના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ હજી સુધી મળેલ નથી. ગુજરાતભરની સરકારી પોલીટેકનિક કોલેજોના મંડળ દ્વારા આ બાબતે સરકાર સમક્ષ સાતમા પગાર પંચના લાભો મેળવવા માટે વખતો વખત રજૂઆત કરેલ છે. આમ છતાં, ચાર વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ જાહેરાત કરેલ નથી. છેવટે સમગ્ર રાજ્યની પોલીટેકનીક કોલેજના પ્રાધ્યાપકઓએ પોતાની સાતમા પગાર પંચની માંગણી સંદર્ભે સરકાર કોઈ નક્કર પગલા લે તે માટે કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ઘડવો પડેલ છે. આ માટે તારીખ ૨૪/૦૨/૨૦૨૦ થી એક અઠવાડિયા સુધી દરેક વ્યાખ્યાતાઓ કાળા કપડાં પહેરીને પોતાની ફરજો બજાવી શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ આપશે. આ વિરોધ પ્રદર્શનમાં શૈક્ષણિક કાર્ય કે સંસ્થાકિય પ્રવૃતિઓને કોઈ અસર નહીં પહોંચે તેવી બાંહેધરી પોલિટેકનિક અધ્યાપક મંડળ, સુરત પ્રમુખે આપેલ છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ વહેલાસર મળેલ છે અને એકમાત્ર ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓના પ્રાધ્યાપકોની ઉપેક્ષા સરકાર દ્વારા કરાઈ હોય પ્રાધ્યાપકોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન માટે એક સપ્તાહ સુધી કાળા કપડાં પહેરીને ફરજ બજાવવાનું નક્કી કર્યું છે.

Advertisement

Share

Related posts

આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ…

ProudOfGujarat

ભરૂચ, અંકલેશ્વર, દહેજમાં પોલીસનું મેગા કોમ્બીંગ, 600 થી વધુ ગુના દાખલ કરાયા, વિસ્તારોમાં પોલીસના ધામાથી ખળભળાટ મચ્યો

ProudOfGujarat

રાજપીપળા : સાગબારાના નાલાકુંડ ગામે બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!