Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ભાટિયા ટોલનાકા નજીક શહેરનાં ડોકટરના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 2 હજાર રૂપિયા કપાઈ જતા હિસાબ મેળવવાના નામે ઝીરો કામગીરી.

Share

સુરત શહેરમાં ભાટીયા ટોલનાકા પર સ્થાનિકોને સંપૂર્ણ મુકિત માટે ચાલી રહેલી લડત વચ્ચે દરરોજ ભાટીયા ટોલનાકા પરથી અવર જવર કરનારા શહેરના ડૉક્ટર પાસે ડેઇલી પાસ હોવા છતાં ફાસ્ટેગના એકાઉન્ટમાંથી રૂ.2000 કપાઇ ગયા પછી તેનો કોઇ હિસાબ મળતો નથી. પલસાણા રોડના ભાટીયા ટોલનાકા પર કેશની બે લાઇન કરી દેવાતા અવર જવર કરનારાઓ સ્થાનિકોને ઘણી રાહત થઇ ગઇ છે. પરંતુ જેઓ દરરોજના અવરજવર કરે છે અને ફાસ્ટેેગ ધરાવે છે તેમના માટે ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ઘોડેદોડ રોડ પર રહેતા ઓર્થોપેડીક સર્જન ડૉ.ઓજસ પાસવાલા બારડોલીમાં પણ પ્રેક્ટીસ કરતા હોવાથી દરરોજ ભાટીયા ટોલનાકા પરથી પસાર થાય છે. દરરોજ અવરજવર કરવાની હોવાથી ડેઇલી પાસ કઢાવી લીધો છે. તા.૩૧ મી જાન્યુઆરીએ પાસ રિન્યુ કરાવવાનો હતો, તે વખતે તેમણે ફાસ્ટેગના એકાઉન્ટમાં રૂ.2000 જમા કરાવી દીધા હતા. આ રૂપિયા જમા કરાવી દીધા બાદ એકાઉન્ટમાં જમા જ થયા નથી.આ અંગે તેમણે છેલ્લા પંદર દિવસમાં ફાસ્ટેગ કંપનીમાં 10 થી વધુ ફોન કર્યા છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ જયારે પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે. ત્યારે જે રકમ કપાઇ છે તેના મેસેજ આવે છે. પરંતુ આ રૂ.2000 કપાયા તેનો કોઇ મેસેજ કે હિસાબ આવ્યો નથી. આમ ફાસ્ટેગના એકાઉન્ટમાં વધારે રૂપિયા જમા કરાવતા પહેલા પણ ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સૌજન્ય : અકિલા ન્યુઝ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ૬ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૮૪

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં ધનતેરસ નિમિત્તે લોકો સોના-ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!