Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું.

Share

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સમાં ધોળે દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી, ફાયરિંગની ઘટનામાં 1 કર્મચારીને પેટના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા,જોકે સુરત જિલ્લાનાં કામરેજ ખાતે આવેલ જમીન પ્રકરણમાં ધમકી આપ્યા બાદ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે,સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી છે. અમર જ્વેલર્સના માલિકની સુરતનાં કામરેજ વિસ્તારમાં આવેલ માન સરોવર પ્રોજેકટમાં તકરાર બાબતે ફાયરિંગની ઘટના બની છે.સમગ્ર ઘટનાનાં સીસીટીવી જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે જમીન પ્રકરણમાં માત્ર ભયભીત કરવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોય,સૂત્રોનાં જણાવ્યા મુજબ મિલન નામના વ્યક્તિએ અમર જ્વેલર્સના માલિકને વોટસઅપ કોલ કરી માન સરોવર જમીન પ્રોજેકટમાંથી ખસી જવા ધમકી આપવામાં આવી હતી, જોકે આ બાબતે તકરાર યથાવત રહેતા રવિવારના ધોળે દિવસે અંધાધુંધ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક કામદારને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,ઘટનાની જાણકારી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તલસ્પર્શી તપાસ આરંભવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા અપાઇ

ProudOfGujarat

ભરુચ : પ્રજા વિરોધી નીતિઓ સાથે ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી સુધી જન વેદના આંદોલન.

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરાના તલાટીએ માહિતી નહીં આપતા અરજદાર દ્વારા માહિતી કમિશનરને બીજી અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!