Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બાલદા પ્રાથમિક શાળામાં શિક્ષકોની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

Share

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સુરત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલીની બાલદા પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી. સુરત જિલ્લાનાં દરેક તાલુકામાંથી 13 ટીમોએ ભાગ લીધો હતો. 2 ગ્રાઉન્ડ ઉપર વોલીબોલ મેચ યોજાઈ હતી આ ટીમને પ્રોત્સાહિત કરવા સુરત જિલ્લા સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સુરત જિલ્લા સંઘના મહામંત્રી વિશ્વજીતભાઈ ચૌધરી, રાજ્ય સંઘના હોદ્દેદાર એરિકભાઈ ખ્રિસ્તી, ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણ, અનિલભાઈ ચૌધરી, દિનેશભાઇ ભટ્ટ,હસુભાઈ ચૌધરી, અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમ તેમજ રનર્સ અપ ટીમને ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી. ટુર્નામેન્ટને સફ્ળ બનાવવા વિશ્વજીતભાઈ ચૌધરી દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લાની સરસ્વતી શિશુ વિદ્યામંદિર શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી.

ProudOfGujarat

जरूरतमंद लोगो की मदत कर पर्यावरण की मदत कर रही है अमायरा दस्तूर।

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના ગમોડ ગામે હાઇવે રોડ ઉપર બે મોટર સાઇકલ અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!