મહારાષ્ટ્ર સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં છત્રપતિ શિવાજી મહારાજજીની 390 મી જન્મ જયંતિની ધૂમધામ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા મહાનગર પાલિકાના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
છત્રપતિ શિવાજી રાજે ભોંસલે તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ શિવનેરી કિલ્લા ખાતે થયો. આ દિવસે દેશના અલગ-અલગ રાજ્યોમાં ધૂમધામથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા મહાનગર પાલિકાના સહયોગથી સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો સાથે જ સાંજે 7 કલાકે ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોકટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી લઈ આવિર્ભાવ સોસાયટી સુધી છત્રપતિ શિવાજી મહારાજજીની પ્રતિમા સુધી રેલી યોજવામાં આવનાર છે.
સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
Advertisement