આર્થિક રીતે મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા વિશ્વા પટેલ તેમજ હર્ષિલ પટેલની તાજેતરમાં વૈશ્વિક કક્ષાની જિમ્નેસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વરણી થતા સુરત સહીત ગુજરાતના રમત ગમત ક્ષેત્રને ગૌરવ હાંસલ થયું છે. આ બંને ખેલાડીઓ આગામી મે માસ દરમ્યાન અન્ડર 14 કેટેગરીમાં અઝર બેઝાન દેશનાં બાકુ શહેરમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં 40 જેટલા દેશોના રમતવીરો ભાગ લેશે. આ અગાઉ બંનેએ એશિયાકપમાં પસંદગી પામ્યા હતા અને તેમાં બંનેએ ચાર મેડલો મેળવ્યા હતા. અત્રે નોંધવું ઘટે કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જવા માટે બંનેના માતા પિતાએ લોન લેવી પડી હતી. ત્યારે તાજેતરમાં રાજ્યના સ્પોર્ટસ મિનિસ્ટર ઈશ્વરસિંહ પટેલે જેમ આહવા ડાંગની એથ્લેટને જરૂરી સહાય કરી પ્રોત્સાહિત કરી હતી તે રીતે આ મધ્યમ કક્ષાના પરિવારના રમત વીરોને આર્થિક સહયોગ સરકાર તરફે અપાવે તેવી લાગણી ઉઠવા પામી છે.
જિમ્નેસ્ટિક જેવા સ્પોર્ટસમાં સુરતના પિતરાઈ ભાઈ બહેનની વર્લ્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં પસંદગી થવા પામી છે.
Advertisement