Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કાપડનાં કારખાનામાં કારીગરનાં મોતનાં પગલે અનેક કારીગરોએ તીવ્ર પ્રત્યાઘાત દર્શાવતા અંદાજે 50 હજાર લુમ્સના કારખાના બંધ રાખ્યા.

Share

સુરતમાં કાપડનાં કારખાનામાં કારીગરનાં મોત થવાથી બંધને પગલે અનેક કારીગરોએ તીવ્ર પ્રત્યાઘાત દર્શાવતા અંદાજે 50 હજાર લુમ્સના કારખાના બંધ રહેવા પામ્યાં હતા. કારીગરના મોતના પગલે 10 લાખના વળતરની માંગ કરવામાં આવી રહી છે અને તેને પગલે લુમ્સના કારખાનેદારો પણ ચિંતા ગ્રસ્ત જોવા મળ્યા હતા. આજરોજ લુમ્સ કારખાનેદારોનો મોરચો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યો હતો અને અસામાજિક તત્વો કારખાના ખોલવા દેતા ન હોવાનો આરોપ કર્યો હતો. બેશક કારખાનેદારો મૃતકના પરિવારને નુકશાની વળતરના રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ અસામાજિક તત્વો રોકડા રૂપિયા માંગી રહ્યા છે.સુરતના લસકાણા અને સાયન વિસ્તારમાં આ કારણે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.છેલ્લા 12 દિવસથી કારખાનાઓ બંધ હોવાને કારણે લુમ્સ કારખાનેદારોને કરોડો રૂપિયાનું પ્રોડકશન નુકશાન થઇ ચૂક્યું છે. લુમ્સ કારખાનેદારો એ જણાવ્યું હતું કે કુદરતી મોત થયું હોવા છતાં કામદારો હંગામો મચાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ પર અડધો કિલોમીટર સુધી ટ્રાફિક સર્જાયો.

ProudOfGujarat

વારાણસી સીરિયલ બ્લાસ્ટ : 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!