હાલમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમ્યાન સુરત શહેરમાં શ્રેણીબંધ આગ લાગ્યાની ઘટના વચ્ચે હવે ફાયર વિભાગને વધુ સાત જેટલા ફાયર ફાયટરો આપવામાં આવતા હવે આગની ઘટના વધુ સારી અને અસરકારક રીતે કરી શકાશે. આ ફાયર ફાયટરો 4 હજાર લિટરની ક્ષમતા ધરાવતી અને ફાયર એન્જિનમાં એક મોનીટર ધરાવે છે. નવા 7 વાહનો આવતા સુરત ફાયરવિભાગમાં કુલ 72 જેટલા વાહનો થયા છે. આ વ્હીકલ પર મોનીટર સિસ્ટમ હોવાને કારણે રિસ્પોન્સ વધુ ફાસ્ટ થશે તેમાં કોઇ જ બેમત નથી એમ ચીફ ફાયર ઓફિસર બસંત પારેખે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દોઢ કરોડના ખર્ચે તેનાત કરાયેલ આ ફાયર સેફટી ઈકવીપમેન્ટમાં ફોમ સિસ્ટમ પણ ઉપલબ્ધ હોય લાંબા સમયની જરૂરિયાત સંતોષાય છે.
Advertisement