Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

Share

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના ભુકકાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

વરાછા રોડ પર હીરા બાગ નજીક આવેલી લક્ષ્મી હોટલની પાછળ આવેલી ડેઝલ જ્વેલ્સ નામની કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરવામાં આવે છે. ગત રાત્રિના એક વાગ્યા આસપાસ એક કર્મચારી દ્વારા દાગીના બનાવતી વખતે નીકળતાં સોનાના પાવડરની ચોરી કરવામાં આવી હતી. અંદાજે એકાદ કરોડથી વધુના સોનાના પાવડરની કર્મચારી દ્વારા ચોરી થઈ હોવાની જાણ સવારે થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્તાહર્તાને ચોરી અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. પોલીસે હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ ગામ ખાડામાં ગરકાવ થયું : રોડ-રસ્તાનો વિકાસ થયો ગાંડો.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ દુબઈમાં અદભૂત સ્કાયડાઇવિંગનો વીડિયો શેર કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!