સુરતનાં 9 જેટલા ગામોનાં ખેડૂતોને પાણીનો કાળો કકળાટ થયો છે. સુરત સિંચાઇ વિભાગનાં 9 ગામો ભટલાઈ, દામકા, વાસવા, મોરા, રોજાગરી સહિતનાં ગામોને સિંચાઈનું પાણી 10 દિવસથી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનાં ઊભાં પાકને ભારે નુકસાન થશે તેવી દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે. ખેડૂતોએ ખેતીની જમીન ઉદ્યોગો માટે આપી છે અને જો ઉદ્યોગોને પાણી મળી શકતું હોય તો પછી ખેડૂતોને કેમ નહીં. છેલ્લાં કેટલાક દિવસથી પાણી બંધ છે માટે તેમણે સિંચાઇ વિભાગને લેખિત અરજી કરી 25 દિવસ સુધી નહેરમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે. જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો જલ્દ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Advertisement