Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત વેલેન્ટાઇન ડે ના દિવસે “લવ સુરત” કાર્યક્રમનું ભવ્ય આયોજન રોડ રસ્તા પર વિવિધ કાર્યક્રમો યોજાવાથી સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.

Share

આગામી વેલેન્ટાઈન ડે નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. એકમેકને પ્રેમની પ્રતીતિ કરાવવાના આ દિવસને ઉજવવા ખાસ કરીને યુગલોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં શ્રેણી બંધ કાર્યક્રમો યોજાનાર હોય પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા સાંજે 6 થી લઈ રાત્રે 10 વાગ્યા સુધી બિગ બજારથી રાહુલરાજ થઈ લાલભાઈ સ્ટેડિયમ સુધીના માર્ગ પર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદયો છે. આ અંગે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામની વૃદ્ધાએ આત્મવિલોપન કર્યું જાણો કેમ ?

ProudOfGujarat

વિશ્વ વેટરનરી દિવસે વડોદરા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ-કબીરવડ ખાતે હવે પુન: પ્રવાસીઅોની ચહેલપહેલ વધશે-જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!