Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત આવી રહેલી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાતા એકનું મોત.

Share

નંદુરબાર જિલ્લાના નવાપુર પિંપળનેર રસ્તા પર ચરણમાળ ઘાટીમાં મહારાષ્ટ્રનાં ધુળેથી સુરત આવી રહેલી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ હતી. ક્લીનરે જીવ બચાવવા બસમાંથી કૂદકો મારી દેતાં રોડ પર પટકાવાના કારણે મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 16 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ બસ ચાલક ભાગી ગયો હતો.ખાનગી બસ નં.જીજે 14 X 2250 મહારાષ્ટ્રનાં ધુલેથી સુરત આવી રહી હતી. ત્યારે બસમાં કુલ 30-35 મુસાફરો હતા. ચરણમાળ ઘાટીમાં વળાંક પર ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવતાં બસ રોડની પ્રોટેકશન વોલ સાથે અથડાઈ હતી. જેથી ક્લીનર શાહિર નઝરી શાહ (ઉં.24,રહે. ઉન પાટિયા, સુરત) બસમાંથી કૂદી પડતાં મોતને ભેટ્યો હતો. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરોને ઈજા પહોંચી હતી.વાહનચાલકો દ્વારા બસમાં સવાર લોકોને બસમાંથી બહાર કાઢાયા હતા અને બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો. ક્લીનરના મૃતદેહને પી.એમ. માટે નવાપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતાં. મુસાફરોના જણાવ્યા મુજબ, બસનો ડ્રાઇવર દારૂના નશામાં મ્યુઝિક સાંભળી રહ્યો હતો. અકસ્માતમાં 16 જેટલા મુસાફરને ઈજા થઈ હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનાં સમયમાં થયો ફેરફાર.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રામાંથી બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાનાં નર્મદા નદી પરનાં નવીન ગોરા બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની તમામ બસોની અવરજવર શરૂ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!