ઇન્સ્ટાગ્રામ પર કરી હતી ફ્રેન્ડીશપ સુરત તા. ૧૮ . ફોટો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપી પાંચ યુવકોએ ધોરણ ૧૦ની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વિદ્યાર્થિની અને યુવકનો સંપર્ક ઈન્સ્ટાગ્રામ પર થયો હતો.
મળી રહેલી વિગતો અનુસાર ઉધના વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી રસીલા (નામ બદલ્યું છે.) સાથે અમન નામના યુવકે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ કરી હતી. ત્યાર બાદ અમને રસીલાના ફોટો એડિટ કરીને બિભત્સ બનાવ્યા હતા. આ ફોટો તેના પિતાને અને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપીને તેણે અલગ અલગ જગ્યાએ બોલાવી રસલા પર બળાત્કાર ગુજાર્યો હતો.
અમનની સાથે તેના અન્ય ચાર મિત્રોએ પણ આ બિભત્સ ફોટો બતાવીને રસીલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવી રહ્યું છે. યુવકોની હેરાનગતિથી કંટાળીને રસીલાએ આ સમગ્ર ઘટનાની જાણ તેના માતા-પિતાને કરી. આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પાંચેય યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે.
( સૌજન્ય : અકિલા )