સુરતમાં ધોરણ 12 વિદ્યાર્થીની કથિત પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાના મામલામાં અંતે પોલીસે સગીર આરોપીની અટકાયત બાદ મૃતકના પરિવાજનોએ કમિશનર કચેરીએ દેખાવો કરી અન્ય આરોપીઓની પણ અટકાયત કરવાની માંગ કરી હતી. તેમજ હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી. બહેન સાથે પ્રેમ પ્રકરણની આશંકાને લઈ મુકેશ પીપરે નામના ભાઈએ 22 વર્ષીય રોહિત નામના યુવકની હત્યા કરી નાંખી હતી પોલીસે હત્યા કરનાર ભાઈની મોડી રાત્રે ધરપકડ કરી હતી.દરમ્યાન મૃતક રોહિતનો પરિવાર અને સમાજના અગ્રણીઓ આજે સુરત પોલીસ કમિશનરની મુલાકાત લઈ આ ધટના સંદર્ભે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. વધુમાં મૃતકની હત્યામાં અન્ય લોકોની પણ સંડોવણીની આશંકા વ્યકત કરી તેઓની પણ ધરપકડ કરી તમામ હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. જોકે તમામ ને પોલીસે અગાઉ જ કમિશનર કચેરીની અંદર પ્રવેશ કરતા અટકાવ્યા હતા.
Advertisement