સુરતની આયુર્વેદ શાખા સંચાલી આયુષ પ્રકલ્પ નો જોળવા ગામ ખાતે પ્રારંભ થયો હતો. આ પ્રકલ્પમાં વધુ ને વધુ લોકો આર્યુવેદ અપનાવીને તંદુરસ્ત અને સ્વસ્થ ગામ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો અંગે ની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિ પટેલ , જિલ્લા વિકાસ અધિકારી હિતેશ ખોયા , સુરત જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગના અધ્યક્ષ કિશોર પાનવાળા સહીત અન્ય અધિકારીઓ તેઅમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિતે ગ્રામજનોએ આરોગ્ય વર્ધક વૃક્ષો નું વાવેતર કર્યું હતું.ત્યાર બાદ નિદાન સારવાર કેમ્પ અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા તેમજ હોમિયોપેથી કેમ્પ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ,જેનો લાભ અંદાજે 223 લોકોએ ઉઠાવ્યો હતો.
Advertisement