સુરત નજીકના કામરેજ અને ભાટિયા ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનમાં આજે સાંજે સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરીના પગલે બંને ટોલનાકા ઉપરથી રોકડની લાઈનમાંથી પસાર થનારને ફાસ્ટેગના ચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવતા આંદોલનનો અંત આવ્યો છે. અગાઉ કામરેજ-ભાટીયા ટોલટેક્સ સંદર્ભે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી સમક્ષ સ્થાનિક વાહનોને ટોલટેક્સમાંથી સંપૂર્ણ મુકિતની રજૂઆતને નકારી દેવામાં આવી હતી, જોકે આજે ફરી સાંસદ પાટીલ દ્વારા કેન્દ્રીય મંત્રી ગડકરીને કરવામાં આવેલી રજૂઆત બાદ સ્થાનિકોને મુક્તિની જાહેરાત કરવામાં આવી હતી.
સાંસદ સી.આર.પાટીલે યોજેલી પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યુંહતુંકે, સ્થાનિકોએ ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટેગની લાઈનમાં જવું નહિ, જો ફાસ્ટેગની લાઈનમાં જશે તો ટોલ કપાઈ જશે, ઉપરાંત જેઓએ ફાસ્ટેગ લઈ લીધો છે તેઓએ પણ રોકડની લાઈનમાંથી જ પસાર થવું અન્યથા ટોલ વસુલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી સ્થાનિક વાહનોને ટોલટેક્સમાંથી મુકિત આપવાની માંગણી સાથે સુરતમાં આંદોલન વ્પાપક બન્યું હતું, જેમાં સુરતના સ્થાનિક વાહનોને ટોલમાંથી સંપૂર્ણ મુકિત માટે વિવિધ સંસ્થાઓ, ગ્રામ પંચાયતોએ પણ માંગણી કરી ટોલમુકિત આંદોલનને સમર્થન આપ્યું હતું અને 15મી ડિસેમ્બરે કામરેજ અને ભાટિયા ટોલનાકા પાસે ચક્કાજામનો કાર્યક્રમ કરવાની જાહેરાત કરી હતી.
સુરત નજીકના કામરેજ અને ભાટિયા ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનમાં આજે સાંજે સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી
Advertisement