Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

સુરતશહેરના ઉધનામાં બહેન સાથે સંબંધની શંકામાં ભાઈએ ચપ્પુના ઘા ઝીંકી સગીરની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી.

Share

સુરતના ઉધના પાસેના નાગસેન નગરમાં રહેતા 17 વર્ષના બારમાં ધોરણમાં અભ્યાસ કરતા રોહિત પર બેન સાથે પ્રેમસંબંધની શંકામાં મુકેશ નામના 18 વર્ષના છોકરાએ ચપ્પુના ઘા મારી ભાગ્યો હતો. આ અંગે ટ્યુશનના સ્થળે આજુબાજુવાળાએ આ જોતા રોહિતને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં મોડીરાતે તેનું મૃત્યું થયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉધના પાસે આવેલા નાગસેન નગરમાં રોહિત દશરથ બાવીસકર નામનો યુવાન ધોરણ બારમાં અભ્યાસ કરે છે. તે વિષ્ણુનગર-1 પાસે બારમાં ધોરણના ટ્યુશનમાં જતો હતો. શુક્રવારે તે ટ્યુશનેથી છુટ્યો ત્યારે મુકેશ પીંપળે નામના 18થી 19 વર્ષના યુવાને માથા અને પેટમાં ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો. રોહિતને ઢળી પડેલો જોઈ આજુબાજુવાળા દોડી આવતા તેને સિવિલમાં દાખલ કરાયો હતો, જ્યાં મોડીરાતે તેનું મોત થયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુકેશને રોહિત પર બેન સાથે અફેર હોવાનો વહેમ હતો. આથી રોહિતને પાઠ ભણાવવા માટે તેના પર નજર રાખતો હતો. આ દરમિયાન શુક્રવારે રાતે તે વિષ્ણુનગર સોસાયટીના વિભાગ 1ના ગેટ પાસેથી પસાર થતો હતો, ત્યારે મોકો જોઈ મુકેશે તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ અચાનક ચપ્પુ કાઢી રોહિત પર માથામાં અને પેટમાં ચપ્પુના ઘા ઝીંક્યા હતા. જેના કારણે રોહિત લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યો. તેને ઢળી પડતો જોઈ આજુબાજુવાળા દોડી આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો, જ્યાં મોડીરાતે તેનું મોત થયું હતું. આ અંગે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે ગાયબ થઇ ગયેલા બે માસૂમ સગાભાઇઓની લાશ ગામના એક કૂવામાંથી મળી આવી હોવાની ઘટનાએ આખા પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં મૂળ વતનીને સાઉથ આફ્રિકાનાં વેન્ડા ખાતે લૂંટી લેવામાં આવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા અને લિમોદરાની સીમના સાત ખેતરોમાંથી બોરવેલના સાધનો ચોરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!