Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં નામચીન વસીમ બીલ્લાને મારવા અપાઈ હતી ૧૦ લાખની સોપારી, 3 આરોપી ઝડપાયા, જાણો વધુ….!!

Share

સુરતના નામચીન ખંડણીખોર અને તડીપાર વસીમ બિલ્લાની હત્યાકેસમાં સુરત એલસીબી પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડયા હતા. નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં યુપીનાં 2 અને રાજસ્થાનના 1 શાર્પ શુટરોને પોલીસે ઝડપી લીધા હતા.સુરત જિલ્લાના રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી.પોલીસે 60 થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિલ્લાનું 22 મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું. આ મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં 60 થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. આ હત્યા કેસના ઉકેલ માટે રેંજ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં હત્યાનાં 15માં દિવસે આ કેસનાં ત્રણ શાર્પ શૂટરોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

Advertisement

Share

Related posts

રાજકોટ-મધ્યપ્રદેશથી હથિયાર સપ્લાય કરતી ટોળકીના પાંચ શખ્સોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરી ધરપકડ,..

ProudOfGujarat

પોરબંદર નજીકના સીમાણી ગામના યુવા સરપંચ ઉપર ચાર શખ્સોએ ચાકુ અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો.

ProudOfGujarat

બાસ્કામાં ગ્રામજનો દ્વારા સજજડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો :સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને ન આપવા પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!