ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્ર મેળવીને સરકારી નોકરીમાં પસંદગી પામેલાઓને દૂર કરીને તેની જગ્યાએ સાચા આદિવાસીને નોકરી આપવા તથા ખોટા લાભ લેનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ક્લેક્ટર કચેરીએ ઉમટેલા 200 જેટલા આદિવાસી સ્ત્રી,બાળકો અને યુવકોએ આદિવાસીના પ્રમાણપત્ર અંગે તપાસ કરવાની માંગ કરી આદિવાસીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. સાચા આદિવાસી અધિકારી સમિતી દ્વારા આજે ક્લેક્ટર કેચરીએ મોરચો લઈને આવવામાં આવ્યો હતો. ક્લેક્ટરને આવેદનપત્ર આપતાં આદિવાસીઓએ જણાવ્યું હતું કે, બોગસ દાખલા મેળવીને આદિવાસીઓના હક્કો છીનવવા પ્રયાસ થઈ રહ્યો છે.બંધારણે આપેલા વિશેષ હક્કનો ઉપયોગ ખોટા દાખલા બનાવીને કરાતો હોવાનું સામે આવ્યું છે. સરકારે અગાઉ બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને નોકરીઓ મેળવનારાને ગેરલાયક ઠેરવ્યાં છે. આ ગેરલાયક ઠેરવેલા ખોટા આદિવાસીની જગ્યાએ સાચા આદિવાસીઓને નિમણૂક આપીને ન્યાય આપવો જોઈએ.સાચા આદિવાસીઓએ નારેબાજી સાથે પોતાનો અવાજ બૂલંદ બનાવ્યો હતો.
સુરત : ખોટા આદિવાસી દ્વારા ખોટા લાભ લેનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement