સુરત પાલિકામાં રોજમદાર સફાઇ કામદારોએ અનિશ્ચિત કાળ માટે ધરણા શરૂ કર્યાં છે. મનપા કચેરી બહાર કામદારો મોરચો લઈને આવ્યાં હતાં. સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ હતી. સાથે જ વેતન અગાઉ 205 રૂપિયા આપવામાં આવતું હતું જે ઘટાડીને 140 રૂપિયા કરી દેવામાં આવતાં સફાઈ કામદારોએ બેનર અને કટ આઉટ સાથે નારેબાજી કરી હતી. છેલ્લા નવ વર્ષથી સફાઈનું કામ કરતાં કામદારોને કાયમી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે, ધરણાનો આજે સતત ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ ધરણામાં જોડાયા છે. સફાઈ કમદારોઓએ પાલિકા કચેરી બહાર સુત્રોચાર કરી રહ્યા છે. જો કાયમી કરવાની માંગણી નહીં સ્વીકારાય તો મહિલાઓની આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Advertisement