સુરત શહેરનાં રસ્તા ઉપર દોડતી સીટી બસમાં છેલ્લા ધણા સમયથી મુસાફરોને કંડકટરો દ્વારા ટિકિટ નહીં આપી રોકડી કરી લેવામાં આવતી હોય છે. જયારે સુરતનાં નગર સેવક દ્વારા આવી જ એક બસમાં અચાનક ચેકિંગ કરતાં આખી બસનાં એક પણ વ્યક્તિને કંડકટરે ટિકિટ નહીં આપીને રોકડી કરી લેતા વિડીયો વાઇરલ થયો હતો. જયારે ગયા સપ્તાહ પણ આવો જ બીજો વિડીયો વાઇરલ થયો હતો. આ બાબતની ગંભીરતા પારખીને સુરત મહાનગરપાલિકાનાં કમિશનરે નિર્ણય કર્યો છે કે હવેથી દરેક સીટી બસમાં મહાપાલિકાનાં અધિકારીઓ અચાનક ચેકિંગ કરશે અને જે કંડકટર ટિકિટ નહીં આપે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે અને જરૂર પડશે તો કલાસ વન અધિકારીઓ સીટી બસમાં મુસાફર બનીને આ ટિકિટ કટકી કૌભાંડ કરનારાઓને ઝડપી લેવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
Advertisement