Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન સ્કૂલમાં ફી વધુ લેવામાં આવવાથી વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

Share

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન સ્કૂલમાં વાલીઓ ફીને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓની ફરિયાદ હતી કે, શાળા સંચાલકો દ્વારા આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હજી સુધી હોલ ટિકિટ આપવામાં આવી નથી. શાળા સંચાલકો મનમાની તગડી ફી વસૂલવા વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. તો બીજી તરફ વાલીઓ એફઆરસીએ નકકી કરેલી ફી આપવા આજે ચેક લઈને પહોંચ્યા હતા.

એફઆરસી દ્વારા એસ.ડી.જૈનની 40 હજાર જેટલી ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે શાળા સંચાલકો બમણી ફી માંગી રહ્યા છે અને તે આપે તો જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપશે તેવું દબાણ પણ કરી રહ્યા હોવાનું વાલીઓએ જણાવ્યુ હતું. સુરતના વેસુ ખાતે આવેલી એસ.ડી.જૈન સ્કૂલના વાલીઓનો વિરોધ માટે એકત્ર થયા બાદ એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવા મક્કમતા દાખવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર માં આજે રાજ્યમંત્રી ની હાજરીમાં CAA ના સમર્થન માં રેલી યોજવામાં આવી હતી

ProudOfGujarat

પાલેજ માં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૨૫ નવયુગલો સમૂહ શાદી નાં કાર્યક્રમ હેઠળ પ્રભુતા માં પગલાં પાડ્યાં

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંધવારીના મુદ્દે રેલી યોજી વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!