Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં રહેતાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ તેના રૂમમાં ફાંસો ખાઇ આપધાત કર્યો.

Share

મૂળ ભાવનગરનો દીપક બોરિચા મગદલ્લા રોડ પર આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં ચોથા માળે રૂમ નંબર 405 માં રહી અભ્યાસ કરતો હતો. તે બેચલર ઓફ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. સોમવારના રોજ પરીક્ષાનું પહેલુું પેપર હતું અને સવારે 10:30 વાગ્યે પેપર શરૂ થાય તે પહેલાં તેણે પોતાના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્ટેલ ખાતે દોડી આવ્યો હતો. મૃતકના રૂમમાં તપાસ કરવામાં આવતાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે મને કોઈનું દબાણ નથી. જાતે જવાબદાર છું. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરી એકવાર વધારો, મુંબઈમાં પેટ્રોલ રૂ.91.08/લીટર

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાના આ લુકની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!